Sunday 30 August 2020

CONTINUOUS GLUCOSE MONITORING DEVICE ( CGM મશીન ) શુ છે અને તેનો ઉપયોગ -


સામાન્ય રીતે શર્કરા (GLUCOSE )નું  માપન ગ્લુકોમીટરની મદદથી કરાતું હોય છે પરંતુ તેમાં આપણને જે -તે સમયે લોહીમાં રહેલી શર્કરાનું પ્રમાણ જાણવા મળે છે. CGM મશીન એ એક નાનું ઉપકરણ છે જેને શરીર સાથે સામાન્ય રીતે હાથ પર અથવા પેટ પર  એપ્લિકેટરની મદદથી જોડવામાં આવે છે. તે બહુ સરળતાથી અને જાતે પણ જોડી શકાય છે. ત્યારબાદ તેને રીડરની મદદથી ACTIVATE કરવાનું હોય છે. આ ઉપકરણ શરીરના આંતરવર્તી પ્રવાહી (INTERSTITIAL FLUID) માં રહેલી શર્કરા નું પ્રમાણ આપે છે જે લોહી માં રહેલી શર્કરા ના પ્રમાણ કરતા થોડું અલગ હોય છે. આ ઉપકરણની  મદદથી ફિન્ગરપ્રિક કર્યાં વિના આપણે શર્કરાનું પ્રમાણ જાણી શકીયે છીએ એટલું જ નહિ પણ આ મશીન દ્વારા નિયમીત સમયે જાતે જ રીડીંગ રેકોર્ડ થઈ શકે છે. આ ઉપકરણ વોટરપ્રુફ હોય છે અને બધીજ સામાન્ય દિનચર્યા આ ઉપકરણ લગાવી કરી શકાય  છે. આ ઉપકરણની મદદથી એકવારમાં છ થી 14 દિવસ સુધીનો રેકોર્ડ મેળવી શકાય છે તેમજ  દિવસ દરમિયાન શર્કરા માં થતી વધઘટ જોઈ શકાય છે અને ડાયાબિટીસ વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાય છે.




Friday 3 April 2020

DIABETES AND COVID-19 (GUJARATI)



ડાયાબિટીસ અને કોરોના વાયરસ

ન્યૂઝ, સોશ્યિલ મીડિયા, ગવર્મેન્ટ જાગૃતિ પ્રોગ્રામની મદદથી આપણે ઘણું બધું જાણીયે છીએ ત્યારે જેમને ડાયાબિટીસ છે તેવા લોકો ને  પ્રશ્ન થાય છે કે જેમને ડાયાબિટીસ, હાયપરટેન્શન, હાર્ટની બીમારી છે અનેજેમની ઉમર વધારે છે એમના માં મૃત્યુ દર વધારે છે તો જેમને ડાયાબિટીસ છે એમને કોરોના વાયરસથી બચવા શું કરવું અને જો કોઈને કોરોના વાયરસનું ઇન્ફેકશન લાગે તો શું થઈ શકે ?

હા, વાત સાચી છે કે જેમને ડાયાબિટીસ છે તેમને કોરોના થવાની શક્યતા વધારે છે અને જો કોઈને ઇન્ફેકશન લાગે તો તેવા લોકો માં કોમ્પ્લિકેશન બીજા લોકો એટલે કે જેમને ડાયાબિટીસ નથી એમના થી વધારે થઈ શકે છે અને આમ થવાનું કારણ જેમને ડાયાબિટીસ છે તેમને કોઈપણ ઇન્ફેકશન જલ્દીથી  લાગી શકે છે એટલે પણ એક વાયરલ ઇન્ફેકશન હોવાથી જલ્દી થી લાગી શકે છે. પરંતુ સારી વાત છે કે જો તમારું ડાયાબિટીસ કંટ્રોલ માં હશે એટલે કે છેલ્લા મહિના ની એવરેજ બ્લડ સુગર નો રિપોર્ટ, જેને HBA1C ટેસ્ટ કહેવામાં આવે છે, રિપોર્ટ કે તેનાથી નીચે હશે તો તેમને ઇન્ફેકશન લાગવાની શક્યતા એટલી રહેશે જેટલી નોર્મલ માણસ ને ઇન્ફેકશન લાગવાની શક્યતા હોય.

એટલા માટે ખાસ તમારું ડાયાબિટીસ કંટ્રોલ માં રહે તેનું ધ્યાન રાખો અને બીજી સાવચેતીઓ જેવી કે સાબુ અને પાણી થી હાથ ધોવા, આંખ નાક અને મોં ને વારંવારં હાથ ના લગાવવા, છીંકતી વખતે કે ખાંસી આવે ત્યારે હાથ આડો રાખવો, બને ત્યાં સુધી ઘરમાં રેહવું, કામ વગર બહાર જવાનું ટાળવું, જ્યાં ભીડ હોય કે જે લોકો બીમાર હોય તેમના થી અંતર બનાવી ને રાખવું, ઘરે યોગા અને કસરત કરવી વગેરે જે સામાન્ય લોકો ને પણ ધ્યાન રાખવાનું હોય છે બધી બાબતો નું ધ્યાન તો રાખી કોરોના થી બચી શકાય છે.

એટલા માટે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. મોટા  ભાગના કેસ માં ઇન્ફેકશન સામાન્ય હોય છે થોડા કિસ્સા માં કોમ્પ્લિકેશન થાય છે એટલે જો તમારું ડાયાબિટીસ કંટ્રોલ માં હશે અને સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાયરસ નું ઇન્ફેકશન લગતા અટકાવી શકાય છે.

ઘરે રહો, સુરક્ષિત રહો.

Thursday 2 April 2020

DIABETES AND COVID-19



Everyone is worried today about COVID 19. Telling something about most people with diabetes searching for.  

Do people with diabetes should be careful about COVID 19 and what does it mean to them if they get infected ?

Its true that people with Diabetes are at slightly higher risk of developing covid-19 infection and if they get it then it could be worse then the person without diabetes as chances of developing complication is higher. This is because people with diabetes are more prone to any infection. 

However, If You keep your Diabetes under very good control, that is, if your 3 months control test, HBA1C test, is at 7 or below then even if you have diabetes your body react just like a person without diabetes. So, You should keep your diabetes under very good control and of course like everyone else you should take the usual precautions - that wash your hand with soap and water at least 20 seconds, don't touch your eyes, nose and mouth with hands, sneeze or coughing into your elbow, clean and disinfect frequently touched surfaces, avoid going to crowded places, stay at home if you are sick, keep safe distance from people especially who are seek, do yoga and exercise at home.These all are most effective way to prevent yourself from covid-19 infection.

So, DON'T PANIC & DON'T WORRY. If you keep your diabetes under good control and take usual precaution, you really don't have to worry and most of the infection that we see are mild one and only very rarely it does become severe or life threatening.

STAY HOME, STAY SAFE.

Friday 24 August 2018