Sunday 30 August 2020

CONTINUOUS GLUCOSE MONITORING DEVICE ( CGM મશીન ) શુ છે અને તેનો ઉપયોગ -


સામાન્ય રીતે શર્કરા (GLUCOSE )નું  માપન ગ્લુકોમીટરની મદદથી કરાતું હોય છે પરંતુ તેમાં આપણને જે -તે સમયે લોહીમાં રહેલી શર્કરાનું પ્રમાણ જાણવા મળે છે. CGM મશીન એ એક નાનું ઉપકરણ છે જેને શરીર સાથે સામાન્ય રીતે હાથ પર અથવા પેટ પર  એપ્લિકેટરની મદદથી જોડવામાં આવે છે. તે બહુ સરળતાથી અને જાતે પણ જોડી શકાય છે. ત્યારબાદ તેને રીડરની મદદથી ACTIVATE કરવાનું હોય છે. આ ઉપકરણ શરીરના આંતરવર્તી પ્રવાહી (INTERSTITIAL FLUID) માં રહેલી શર્કરા નું પ્રમાણ આપે છે જે લોહી માં રહેલી શર્કરા ના પ્રમાણ કરતા થોડું અલગ હોય છે. આ ઉપકરણની  મદદથી ફિન્ગરપ્રિક કર્યાં વિના આપણે શર્કરાનું પ્રમાણ જાણી શકીયે છીએ એટલું જ નહિ પણ આ મશીન દ્વારા નિયમીત સમયે જાતે જ રીડીંગ રેકોર્ડ થઈ શકે છે. આ ઉપકરણ વોટરપ્રુફ હોય છે અને બધીજ સામાન્ય દિનચર્યા આ ઉપકરણ લગાવી કરી શકાય  છે. આ ઉપકરણની મદદથી એકવારમાં છ થી 14 દિવસ સુધીનો રેકોર્ડ મેળવી શકાય છે તેમજ  દિવસ દરમિયાન શર્કરા માં થતી વધઘટ જોઈ શકાય છે અને ડાયાબિટીસ વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાય છે.




No comments:

Post a Comment